Saturday, 8 October 2016

Top 5 Indian Paneer Curry Recipe / Popular Indian Recipe

1) Kadai Paneer Dish | Indian recipe in Gujarati | કઢાઈ પનીર.

કઢાઈ પનીર (kadai paneer dish) ઉત્તર ભારત ની ખાવામાં સૌથી વધારે પસંદ કરવામાં આવતી પનીર ની વાનગી. આમ તો પનીર ની હર એક વાનગી પંજાબી લોકો ને ખુબ જ પસંદ હોય છે. પણ કઢાઈ પનીર નો સ્વાદ જ કંઇક અલગ હોય છે. કઢાઈ પનીર નું તો નામ જ કઢાઈ પનીર એટલા માટે પડયુ કારણ કે પનીર ને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આ વાનગી ને કઢાઈ માં જ બનાવવામાં અને પીરસવામાં આવે છે. કઢાઈ પનીર ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે બનાવવામાં પણ એટલી જ સરળ છે. કઢાઈ પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ રહે છે. તો ચાલો આજે ઘરે બનાવીએ ઉત્તર ભારત ની મશહુર કઢાઈ પનીર.

કઢાઈ પનીર (Kadai Paneer dish) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200  પનીર ના ટુકડાઓ (Paneer cubes).
1 સમારેલા શીમાંલાઈ મરચા (Capsicum).
1 ડુંગળી (Onion).
1 ટમેટા (Tomato).
1 મધ્યમ આકાર જીણા સમારેલા ટમેટા (Tomato).
1 મધ્યમ આકાર જીણી સમારેલી ડુંગળી (Onion).
400 ગ્રામ સમારેલી ડુંગળી (Onion).
400 ગ્રામ સમારેલા ટમેટા (Tomato).





2) Shahi Paneer curry | Indian recipes in Gujarati | શાહી પનીર.


શાહી પનીર (Shahi Paneer curry) નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ.  આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર ખાસ કરી ને પાર્ટીઓ માં અને લગ્ન પ્રસંગ માં બનાવડાવામાં આવે છે. પણ આજે આપણે આ જ પનીર ની સમૃદ્ધ વાનગી આપણા ઘરે થી તૈયાર કરીશું. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ પંજાબ ની સમૃદ્ધ ડીશ શાહી પનીર નું શાક.

શાહી પનીર (Shahi Paneer Curry) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
300 ગ્રામ પનીર ના ટુકડા. ( Paneer cubes ).
450 ગ્રામ સમારેલી લાલ ડુંગરી. ( Red Onion ).
4/5  સમારેલા ટામેટા ( Tomato ).
1 ઇંચ આદું ( Ginger ).
15 નાની ચમ્મચી તેલ. ( Oil ).





3) kobi paneer | Indian recipe in Gujarati | કોબીજ પનીર.


કોબીજ પનીર (kobi paneer) નું શાક, સ્વાસ્થ્ય વર્ધક પનીર પનીર ની સાથે કોબીજ નો અનોખા સ્વાદ નો સંગમ. કોબીજ પનીર એક ખુબ જ સ્વાદિષ્ટ અને પનીર ના શોખીન લોકો દ્વારા ચૂંટાયેલી પનીર ની લાજવાબ વાનગી છે. કોબીજ પનીર ના સિર્ફ ભારત માં પણ સંપુર્ણ વિશ્વ માં પનીર ની સૌથી વધારે દિલચસ્પ વાનગી છે. પણ સામાન્ય રીતે ભારત ના ઘણા લોકો નું માનવું છે કે પનીર કોબીજ નું શાક ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે તેને બનાવવું તેટલું જ મુશ્કિલ હશે, પણ હવે નહિ આજે અમે તમને શીખવીશું ઘરે થી જ પનીર કોબીજ નું સ્વાદ તે પણ ધાબા અથવા હોટેલ ના સ્વાદ માં કઈ રીતે બનાવવું. તો ચાલો આજે બનાવીએ કોબીજ પનીર નું શાક.

કોબીજ પનીર (kobi paneer) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
250 ગ્રામ ફૂલ કોબીજ ( Cauliflower ).
50 ગ્રામ સમારેલું પનીર ( Grated Paneer ).
500 ગ્રામ ટામેટા ( Tomatoes ).
250 ગ્રામ સમારેલા ટામેટા ( Tomatoes ).
750 ગ્રામ સમારેલી ડુંગળી ( Onion ).
250 ગ્રામ જીણી સમારેલી ડુંગળી ( Onion ).
2 સમારેલા લીલા મરચા ( Green Chillies ).
15 નાની ચમ્મચી તેલ ( Oil ).
20 ગ્રામ તલ ના બીજ ( Sesame Seeds ).
20 ગ્રામ ખસખસ ( Poppy Seeds ).
તેલ તળવા માટે ( Oil ).






4) Paneer Tikka Masala Recipe | Indian recipe in Gujarati | પનીર ટીક્કા મસાલા.


પનીર ટીક્કા મસાલા (paneer tikka masala recipe) કે જેને ભારત ના લોકો બેસ્ટ ભારતીય ગ્રેવી ના નામ થી પણ જાણે છે. પનીર ટીક્કા મસાલા ઉત્તર ભારત, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ જેવા ઘણા રાજ્યો ની સૌથી ચૂંટાયેલી અને મનપસંદ પનીર ની ડીશ છે. પનીર ટીક્કા મસાલા ભારત ના સિવાય સમગ્ર દુનિયા માં પણ ખુબ જ પ્રખ્યાત પનીર ની વાનગીઓ માંથી એક વાનગી છે. પનીર ટીક્કા મસાલા લોકો ફાઈવ સ્ટાર હોટેલ થી માંડી ને ધાબા માં અને વધારે પડતી પાર્ટીઓ તેમજ લગ્ન પ્રસંદ માં ખાવાનું પસંદ કરે છે. તો ચાલો હવે આપણે બનાવીએ પનીર ટીક્કા મસાલા.


પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ પનીર ના ટુકડા ( Paneer Cubes ).
1 મધ્યમ આકાર ની ડુંગળી ( Onion ).
10-12 લસણ ( Garlic ).
3-4 લીલા મરચા ( Green Chillies ).
શીમલાઈ મરચા ના ટુકડાઓ  ( Capsicum ).
થોડુક આદું ( Ginger ).
સરસો ના બીજ નું તેલ ( Mustard Seeds Oil ).
250 ગ્રામ જીણી સમારેલી ડુંગળી ( Onion ).
150 ગ્રામ જીના સમારેલા ટામેટા ( Tomatoes ).





5) Easy Paneer Butter Masala | Indian recipe in Gujarati | પનીર બટર મસાલા.


પનીર બટર મસાલા (easy paneer butter masala) પંજાબ ના લોકો ની માખણ અને પનીર થી બનાવવામાં આવેલી એક ખુબ જ ખાસ વાનગી. આમ તો ભારત ના બધા જ રાજ્ય ના લોકો પનીર ખાવાના શોખીન હોય છે. પણ પંજાબી લોકો તો પનીર ખાવાના અતિ શોખીન હોય છે. પનીર બટર મસાલા ઉત્તર ભારત ની એક સૌથી વધારે પ્રખ્યાત પનીર નું શાક છે. સામાન્ય રીતે તમને પનીર મસાલા પાર્ટીઓમાં, મેરેજ ફંકશન માં અથવા કોઈ પણ ધાબા અને હોટેલ માં સરળતાથી જોવા મળી જાય છે. પણ આજ અપને એજ પનીર બટર મસાલા અપના ઘરે થી બનાવીશું તે પણ ધાબા ના પ્રખ્યાત સ્વાદ સાથે.

પનીર બટર મસાલા (Easy Paneer Butter Masala) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ પનીર ના ટુકડા ( Paneer Cubes ).
250 ગ્રામ જીણી સમારેલી ડુંગળી ( Onion ).
200 ગ્રામ કાપેલા ટામેટા ( Tomato ).
2 ચોસલા માખણ ( Butter Cubes ).
3 નાની ચમ્મચી તેલ ( Oil ).
50 ગ્રામ કાજુ ( Cashew Nuts ).
100 મિલી લીટર દૂધ ( Milk ).






Top 6 Indian Curry recipes

1) Easy Aloo Palak | Indian recipe in Gujarati | બટેટા પાલક.

પાલક બટેટા (Easy Aloo Palak) એટલે સ્વાસ્થ્ય વર્ધક પાલક ની સાથે શાકભાજી ના રાજા કહેવાતા બટેટા નો સ્વાદિષ્ટ સંગમ. પાલક બટેટા એ ભારત ની પ્રાચીન અને ઘરેલું વાનગી છે. પાલક બટેટા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે તેને બનાવવા પણ એટલા જ સરળ હોય છે. પાલક બટેટા સમગ્ર ભારત માં સૌથી વધારે ખાવામાં પસંદ થનારી વાનગીઓ માંથી એક વાનગી છે. બટેટા પાલક ભારત ના દરેક શહેર અને ગામડાઓ માં પોતાના અનોખા સ્વાદ થી બનાવવામાં આવે છે. તો ચાલો આજે ઘરે બનાવીએ મશહુર પાલક બટેટા.


પાલક બટેટા (Easy Aloo Palak) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
3 પાલક ના ગુચ્છા.
250 બાફીને કાપેલા બટેટા (70% સુધી કાપેલા).
6 નાની ચમ્મચી તેલ.
3-5 તીખા લીલા મરચા.
3 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી.
3 3 મધ્યમ આકાર ના જીના સમારેલા ટમેટા.

2) Batata Vatana Nu Shaak| Indian recipe in Gujarati | બટેટા વટાણા.

વટાણા બટેટા (batata Vatana nu shaak) ભારત ની એક ખુબ જ સામાન્ય અને ઘરેલું પણ સ્વાદ થી ભરપુર વાનગી. વટાણા બટેટા ભારત ના દરેક રાજ્યના કોઈ પણ શહેર કે ગામડા ની એક ઘરેલું વાનગી છે. વટાણા બટેટા બનાવવા ખુબ જ સરળ છે. અને વટાણા બટેટા બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ પણ હોય છે. વટાણા બટેટા જેટલી સ્વાદિષ્ટ હોય છે બનાવવામાં તેટલી જ સરળ હોય છે. વટાણા બટેટા ખુબ જ ઓછા સમય માં બનનાર વાનગી છે. તો ચાલો આજે ઘરે બનાવીએ વટાણા બટેટા.

વટાણા બટેટા બનાવવા માટે જરૂરી સામગ્રી.
મુખ્ય સામગ્રી:
3 મધ્યમ આકાર ના બાફેલા બટેટા(potato).
150 ગ્રામ લીલા વટાણા (green peas).
3 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી (onion).
3 મધ્યમ આકાર ના જીના સમારેલા ટમેટા (tomato).
1 સમારેલા લીલા મરચા (green chillies).
1 ચમ્મચી જીરું (cumin seeds).
9 નાની ચમ્મચી તેલ (oil).




3) Bharela ringana | Indian recipe in Gujarati | ભરેલા રિંગણા.


Bharela ringana (ભરેલા રિંગનાં નું શાક) જેનું નામ સંભારીને જ ગુજરાત ની સ્વાદ પ્રેમી જનતા ના મોઢા માં પાણી આવવા માંડે છે. ભરેલા રિંગણા ગુજરાત ની એક ખુબ જ લોકપ્રીય  રિંગણા ની વાનગી છે, કે જેને ના સિર્ફ ગુજરાતીઓ પણ સમગ્ર ભારત તેમજ દુનિયા ભર ના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. ભરેલા રિંગણા નું શાક ખાસ કરીને તહેવાર માં તેમજ ખાસ પ્રસંગો તેમજ પાર્ટીઓ માં બનાવવામાં આવે છે. ભરેલા રિંગણા બનાવવામાં જેટલા સરળ છે સ્વાદ માં એટલા જ સમૃધ્ધ છે તો ચાલો આજે ઘરે બનાવીએ ભરેલા રિંગના નું શાક.


મુખ્ય સામગ્રી:
4 રિંગણા ( Eggplants/Brinjles/Ringan ).
2 બટેટા ( Potatoes/Aloo/Bateta ).
6 નાની ચમ્મચી તેલ ( Oil ).
મસાલા સામગ્રી:
1/2 ચમ્મચી રાઈ ના દાણા ( Mustard Seeds/Rai Dana ).
1/2 ચમ્મચી જીરું ( Cumin Seeds ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).






4) bharela bateta | Indian recipe in Gujarati | ભરેલા બટેટા.


ભરેલા બટેટા (bharela bateta)ગુજરાત નું સૌથી મનપસંદ બટેટા નું શાક કે જે અપને ગુજરાત ની દરેક  પાર્ટીઓ થી લઇ ને બાળકો ના નાસ્તા ના બોક્ષ સુધી વારંવાર જોવા મળી જાય છે. ભરેલા બટેટા એ ગુજરાત ના ધાબા થી લઇ ને રેસ્ટોરેન્ટ અને રેસ્ટોરેન્ટ થી લઇ ને ફાઈવ સ્ટાર હોટેલ સુધી ની સૌથી વધારે ખાવામાં આવતી એક અતી સ્વાદપ્રિય અને લોક પ્રખ્યાત વાનગી છે. ભરેલા બટેટા નું શાક બનાવવામાં જેટલું સરળ છે તેનો સ્વાદ તેટલો જ અનેરો હોય છે. તો ચાલો આજે હંમે તમને શીખવીએ ધાબા સ્ટાયલ થી ભરેલા બટેટા નું શાક તમારા ઘરે થી સરળતાથી કઈ રીતે બનાવવું.

ભરેલા બટેટા (bharela bateta)નું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 બટેટા ( Potatoes ).
6 નાની ચમ્મચી તેલ ( Oil ).
મસાલા સામગ્રી:
1/2 નાની ચમ્મચી સરસો ના બીજ ( Mustard Seeds ).
1/2 નાની ચમ્મચી જીરું ( Cumin Seeds ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ). 
ભરવાની સામગ્રી:
3 નાની ચમ્મચી ચણા નો લોટ ( Gram Flour ).
1 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).
1 નાની ચમ્મચી ધાણા જીરું ( Coriander Seeds Powder ).
1 ખાંડ ( Sugar ).
1/2 હળદર( Turmeric Powder ).
1/2 હિંગ ( Asafoetida ).
3 નાની ચમ્મચી તેલ ( Oil ).
1 નાની ચમ્મચી લસણ નું પેસ્ટ ( Garlic Paste ).






5) Methi Kela nu shaak | Indian recipe in Gujarati | મેથી કેળા નું શાક.


મેથી કેળા નું શાક (methi kela nu shaak) ભારત ની એક ખુબ જ અલગ રીત ની સ્વાદ થી ભરપુર કેળા ની સાથે સ્વાસ્થ્ય વર્ધક મેથી નું શાક. મેથી કેળા નું શાક જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ પણ હોય છે. મેથી કેળા ની ડીશ બનાવવી ખુબ જ સરળ હોય છે. સાથો સાથ મેથી કેળા બનવવામાં ખુબ જ ઓછો સમય લાગે છે. મેથી કેળા નું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. તો પછી ચાલો આજે બનાવીએ ભારત નું પ્રખ્યાત સ્વાસ્થ્ય વર્ધક મેથી કેળા નું શાક.


Methi Kela Nu Shaak (મેથી કેળા નું શાક) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
1 ગુત્છો મેથીનો. (fenu greek)
2 સમારેલા કેળા ( Banana ).
2 સમારેલા લીલા મરચા ( Green Chillies ).
6 નાની ચમ્મચી તેલ ( Oil ).
મસાલા સામગ્રી:
1 નાની ચમ્મચી સરસો ના બીજ ( Mustard Seeds ).
1/2 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).
3 નાની ચમ્મચી સમારેલું લસણ ( Garlic ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).





6) bateta nu shaak | Indian recipe in Gujarati | બટેટા ભાજી.


Bateta Nu Shaak (બટેટા ની ભાજી) કે પછી બટેટા નું શાક આ બધી એક જ જાત ની બટેટામાં થી બનાવવાળી વાનગી છે. બટેટા કે જેને ભારત ના લોકો શાકભાજી નો રાજા માને છે. બટેટા ની ભાજી ભારત માં બનનારા બધા જ પ્રકાર ની શાક ની વાનગીઓ માં સૌથી સરળ વાનગી છે. બટેટા નું શાક બનાવવા માટે ખુબ જ ઓછો સમય લાગે છે. અને આને બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી મળી રહે છે. બટેટા નું શાક એ ભારત ની પૌરાણિક વાનગી છે. તો ચાલો આજે ઘરે બનાવીએ બટેટા નું શાક.

Bateta Nu Shaak (બટેટા ની ભાજી) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 કિલો મધ્યમ આકાર ના બાફેલા બટેટા ( Boiled Potatoes ).
4 મધ્યમ આકાર ના જીના સમારેલા ટામેટા ( Tomatoes ).
4-5 જીના સમારેલા મરચા ( Green Chillies ).
3 નાની ચમ્મચી સમારેલું આદું ( Ginger ).
20 લીમડા ના પાન ( Curry Leaves ).








Top 3 Popular Indian fast Food Recipe

1) pav bhaji toast recipe(પાઉભાજી ટોસ્ટ રેસીપી)

પાઉભાજી ટોસ્ટ (Pav Bhaji Toast Recipe) એ પાઉંભાજીનું નવીન સર્જન છે. કે જેને પાઉભાજી ટોસ્ટનું ઉપનામ આપવામાં આવ્યું છે. બદલાતા સમયની સાથે પાઉભાજીમાં પણ વૈવિધ્ય જોવા મળ્યું છે. પાઉભાજી ટોસ્ટ એ પાઉભાજી નું એક સરળ અને સાદું સ્વરૂપ છે. કે જેને તમે, પાર્ટીમાં કોઇપણ ખાસ તહેવારમાં સર્વ કરી શકો છો. બધાની ખુબજ મનપસંદ પાઉભાજીને અનોખી રીતે પ્રસ્તુત કરવાનો આ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. તો ચાલો બનાવીએ પાઉભાજી ટોસ્ટ.

પાઉંભાજી બનાવવા માટેની મુખ્ય સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ કપ ભાજી
  • ૫ પાઉં
  • ૧ ઝીણી સમારેલ ડુંગળી
  • ૧ ઝીણું સમારેલ ટમેટું

પાઉંભાજી બનાવવા માટેની મુખ્ય સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ કપ ભાજી
  • ૫ પાઉં
  • ૧ ઝીણી સમારેલ ડુંગળી
  • ૧ ઝીણું સમારેલ ટમેટું

પાઉંભાજી બનાવવા માટેની મુખ્ય સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ કપ ભાજી
  • ૫ પાઉં
  • ૧ ઝીણી સમારેલ ડુંગળી
  • ૧ ઝીણું સમારેલ ટમેટું





2) Rawa upma recipe in gujarati(રવા ઉપમા)


રવા ઉપમા (Rawa Upma Recipe Gujarati) એ ખુબજ પ્રખ્યાત એવી દક્ષીણ ભારતીય વાનગી છે. કે જે સવારના સમયે અથવાતો અલ્પાહાર તરીકે સંધ્યા સમયે પણ લઇ શકાય છે. અલગ અલગ શહેરોમાં રવા ઉપમા બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે. રવા ઉપમા બનાવવાની રીત સરળ અને સહેલી ની સાથે બધીજ સામગ્રીઓ ઘરોમાં આસાનીથી મળી જાય છે. આ સ્વાદિષ્ટ વાનગી બાળકો થી લઇ ને વૃધ્ધો સુધી બધા માટે યોગ્ય છે. મોટા પ્રમાણમાં શાકભાજીના થતાં ઉપયોગને કારણે આ વાનગી આરોગ્યની દ્રષ્ટીએ ઉતમ વાનગી છે. તો ચાલો મિત્રો જલ્દીથી બનાવીએ રવા ઉપમા.

રવા ઉપમા (Rawa Upma Recipe Gujarati) બનાવવા માટેની સામગ્રી

  • ૧ કપ રવો(semolina)
  • ૧ સમારેલી ડુંગળી(onion)
  • ૧ સામાન્ય કદનું ગાજર(carrot)
  • ૧/૪ કપ તાજા વટાણા(fresh peas)
  • ૧ નાનું ટમેટું(વૈકલ્પિક)




3) Veg Pakora Recipe in Gujarati(વેજ પકોડા રેસીપી)


વૈજ પકોડા (Veg Pakora Recipe) એ અતિ સ્વાદિષ્ટ અને અનોખી વાનગી છે. કે જેનું નામ માત્રજ તેની સામગ્રીઓનો પરિચય આપે છે. હા!!, વેજ પકોડા એ અલગ અલગ શાકભાજીઓ માંથી બનાવવામાં આવતા પકોડા છે. આપણે સૌ જાણીયેજ છીએ કે શાકભાજીઓ માં ઘણા બધા પ્રોટીન અને વિટામીન રહેલા છે અને આ વાનગીમાં શાકભાજીઓની સાથોસાથ લોટમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. તેથી કરીને આ પકોડા આરોગ્યની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ટ પકોડા કહી શકાય. બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં એકદમ ઉતમ એવા આ પકોડાને લીલી ચટણી અથવા ફુદીના ચટણી સાથે સર્વ કરી શકાય છે. ઠંડા અને વરસાદી માહોલ માટે ચા સાથે આ વૈજ પકોડા એ સૌથી શ્રેષ્ટ ઉપાય છે.

વેજ પકોડા બનાવવા માટેની સામગ્રી:

મુખ્ય સામગ્રી:

  • ૧ કપ લોટ(અગાઉ બનાવેલ)
  • ૧/૨ બટાટા(potato)
  • ૧/૪ કપ ફ્લાવર(cauliflower)
  • ૧/૪ કપ કોબીજ(cabbage)
  • ૧ ૧/૨ કપ ડુંગળી સ્લાયસ(onion)





Thursday, 6 October 2016

Best 4 Indian Dal Recipes / Popular Indian Recipes

1) Mag ni Dal | Indian recipe in Gujarati | મગ દાળ

Mag ni Dal (મગ દાળ) ભારત દેશ ની એક પ્રખ્યાત, સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક દાળ ની ડીશ. મગ દાળ પણ ચણા ની દાળ ની જેમ જ ભારત ના દરેક વર્ગ ના લોકો ના ઘર માં બનવવામાં આવનારી એક અતિ લોકપ્રીય દાળ ની ડીશ છે. મગ દાળ એક ખુબ જ સ્વાદિષ્ટ અને ઘરેલું ડીશ છે. મગ દાળ રાંધવામાં એક દમ સરળ હોય છે, અને મગ દાળ ખુબ જ ઓછા સમય માં તૈયાર પણ થઇ જાય છે. તમને મગ દાળ વધારે પડતી પાર્ટીઓ માં, પીકનીક માં તીફ્ફીન માં અને બાળકો ના ટીફીન બોક્ષ માં જોવા મળી જાય છે. તો ચાલો આજે હમે તમને શીખવીએ ગુજરાત ની લોક પ્રચલિત મગ દાળ બનાવવાની સરળ પધ્ધતી.

Mag ni Dal (મગ દાળ) બનાવવા માટે આવશ્યક સામગ્રી:

મુખ્ય સામગ્રી:
150 ગ્રામ બાફેલી મગ દાળ
1 જીણું સમારેલું ટમેટું.
૩ નાની ચમ્મચી તેલ. 
મસાલા સામગ્રી:
1 નાની ચમ્મચી લસણ અને આદું નું મિશ્રણ.
2 સમારેલા મરચા.
8 થી 10 કરી પત્તા
અડધી ચમ્મચી જીરું.
અડધી ચમ્મચી સરસો ના દાણા.
અડધી ચમ્મચી હળદર.
¼ ચમ્મચી મરચા ની ભૂકી.
અડધી ચમ્મચી હિંગ.
1 નાની ચમ્મચી  ધાણા જીરું પાવડર.
મીઠું સ્વાદ પ્રમાણે.


2) Quick Dal Tadka | Indian recipe in Gujarati | દાળ તડકા



 (દાળ તડકા) ભારત ના ધાબા ની સૌથી પ્રખ્યાત દાળ ની વાનગી કે જે તમે તમારી જીંદગી માં કોઈ દિવસ ના ખાધી હોય એવું નહિ બને. દાળ તડકા ખાસ કરી ને ભારત ના હાઇવે ઉપરના ધાબા ઓ ની સૌથી વધારે ખવાતી વાનગી છે. સામાન્ય રીતે આપણી એવી માન્યતા હોય છે કે ધાબા સ્ટાયલ થી દાળ તડકા ઘરે બનાવવી ઘણી મુશ્કિલ હશે પણ એવું નથી. આજ હમેં તમને શીખાવીસું દાળ તડકા ઘરે કઈ રીતે બનાવશો તે પણ એક દમ સરળ રીતે અને ધાબા ના સ્વાદ સાથે.

(દાળ તડકા)  બનાવવા માટે જરૂરી સામગ્રી:

મુખ્ય સામગ્રી:
100 ગ્રામ પાંચ જાત ની મિક્સ દાળ ( કુકર માં ત્રણ સીટી પાડી ને બનાવેલી ) ( Mixed Lantiles ).
1 મધ્યમ આકાર જીણું સમારેલું ટમેટું ( Tomatoes ).
4-5  લીમડા ના પાન ( Curry Leaves ).
2 જાડા આકાર માં સમારેલા એકદમ તીખા લીલા મરચા( Hot Green Chillies ).
2 સુકવેલા લાલ મરચા ( Dry Red Chillies ).
તેલ ( Oil ). 

3) Dal Fry Masala | Indian recipe in Gujarati | દાળ ફ્રાય


દાળ ફ્રાય મસાલા) આખા ભારત માં સૌથી વધારે ખવાતી એક અતિ પ્રસિધ્ધ દાળ ની વાનગી. ભારત સ્વાદ પ્રેમી લોકો નો દેશ છે. ભારત માં તમને જાત જાત ના સ્વાદ ચાખવા મળી જાય છે. શેરી અને ચોક થી લઇ ને ધાબા સુધી અને ધાબા થી લઇ ને ફાઈવ સ્ટાર હોટેલ સુધી બધી જ જગ્યાએ એ અલગ અલગ સ્વાદ જોવા મળે છે. અને બધી જ વાનગીઓ નો સ્વાદ એક ખાસ અહેસાસ આપે છે. આજે આપણે બનાવીશું ભારત ના ઘરો ની સૌથી મનપસંદ દાળ ની વાનગી એટલે કે દાળ ફ્રાય.

દાળ ફ્રાય મસાલા). બનાવવા માટે જરૂરી સામગ્રી:

મુખ્ય સામગ્રી:
100 ગ્રામ 5 જાત  ની મિક્સ દાળો. ( કુકર માં 3 સીટી પડી ને બાફેલી) ( Mixed Lentils ).
1 મધ્યમ આકાર નું જીણું સમારેલું ટમેટું ( Tomato ).
2 તીખા લીલા મરચા ( Green Chillies ).
1 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી ( Onion ).
8-10 લીમડા ના પાન ( Curry Leaves ).
તેલ ( Oil ).


4) Chana ni Dal | Indian recipe in Gujarati | ચણા દાળ.


પ્રોટીન અને વિટામીન થી ભરપુર સ્વાસ્થ્ય વર્ધક ચણાની દાળ. ચણા ની દાળ (chana ni dal) ભારત ની અને એમાં પણ ખાસ કરી ને આપણા ગુજરાત ની એક ખુબ જ લોકપ્રીય અને ઘરેલું ડીશ છે. ચણા ની દાળ બનાવવી એ ભારત ના ઘરો ની સામાન્ય વાત છે, પરંતુ જયારે તમેં કોઈ પણ હોટેલ કે ધાબા માં જમવા જાવ છો ત્યારે તમને તેનો સ્વાદ એકદમ અલગ જ લાગે છે. એટલા માટે જ આજે અમે તમને શીખાવાડીયે ગુજરાત ની પ્રખ્યાત ચણા ની દાળ પંજાબી રીત થી. ચણા ની દાળ બનાવવા માટે ની જરૂરી સામગ્રી તમારા ઘર તમારા ઘર માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુજરાત ની લોકપ્રીય ચણા ની દાળ.

ચણા ની દાળ બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
150 ગ્રામ ચણા દાળ. ( Chana Dal or Gram Lantile )
કરી પત્તા 8-10 ( Curry Leaves )
મધ્યમ આકાર નું જીણું સમારેલું એક ટમેટું. ( Tomato )
3 નાની ચમ્મચી તેલ. ( Oil ).





Top 7 Indian fast Food recipes in Gujarati.

1) Batata Vada | Indian recipe in Gujarati | બટાટા વડા.

બટાટા વડા (batata vada) ગુજરાત માં એક અતિ પ્રખ્યાત બટેટા ના ભજીયા. બટેટા વડા એક ગુજરાત ની ખાસ, મસાલે દર અને સ્વાદિષ્ટ બટેટા ના છુંદા ની એક વાનગી છે. અને આ જ બટેટા વડા ને મુંબઈ ને લોકો એક નાની એવી મરચી અને પાવ સાથે ખાવા નું પસંદ કરે છે જેનું નામે છે વડા પાવ પણ ગુજરાતી લોકો બટેટા વડા ને ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે કસ કરી ને લીલી ચટણી સાથે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ગુજરાત ના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ તેમજ મસાલાથી ભરપુર બટેટા વડા.

બટેટા વડા બનાવવા માટે આવશ્યક સામગ્રી:
મુખ્ય સામગ્રી:
500 ગ્રામ બાફેલા બટેટા ( Potatoes ).
1 મધ્યમ આકાર ના જીણી સમારેલા લીલા મરચા ( Green Chili ).
150 ગ્રામ ચણા નો લોટ ( Besan or Gram Flour ).
પાણી જરૂરિયાત પ્રમાણે ( Water ).
તેલ ( Oil ).





2) Paneer Sandwich tava | Indian recipe in Gujarati | પનીર સેન્ડવીચ તવા.

પનીર સેન્ડવીચ તવા (Paneer Sandwich tava) શેરીઓ માં વેચતા ફાસ્ટ ફૂડ ની લારીઓ થી માંડી ને ફાઈવ સ્ટાર હોટેલ સુધી ની સૌથી વધારે ખવાતી ફાસ્ટ ફૂડ છે. આમ તો ઘણા પ્રકાર ની સેન્ડવીચ ભારત અને સમગ્ર વિશ્વ માં પ્રચલિત છે જેમ કે વેજ સેન્ડવીચ, ચીજ સેન્ડવીચ, રોસ્ટ સેન્ડવીચ વગેરે.. પરંતુ ભારત માં પનીર સેન્ડવીચ નું ચલન સૌથી વધારે છે. ભારત માં પણ ખાસ કરીને ઉત્તર ભારત ના લોકો ની પનીર સેન્ડવીચ એ મનપસંદ છે. આજે હમેં તમને સીખાવીશું સ્વાદિષ્ટ અને લાજવાબ પનીર સેન્ડવીચ.

પનીર સેન્ડવીચ તવા બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
3 બ્રેડ ની સ્લાય્સ ( Bread ).
4 ડુંગળી ની સ્લાય્સ ( Onion ).
4 બટેટા ની સ્લાય્સ ( Potato ).
4 ટામેટા ની સ્લાય્સ ( Tomato ).
50 ગ્રામ સમારેલું પનીર ( Grated Paneer ).
માખણ ( Butter ).
મસાલા સામગ્રી:
લાલ મરચા અને લસણ ની ચટણી ( Red Chili and Garlic Chutney ).
લીલી ચટણી ( Green Chutney ).
ચાટ મસાલો ( Chat Masala ).




3) Gujarati Toast Masala | Indian recipe in Gujarati | ગુજરાતી ટોસ્ટ મસાલા


ગુજરાતી ટોસ્ટ મસાલા  (Gujarati Toast Masala) કે જે ગુજરાતી સેન્ડવીચ ના નામે પણ અતિ પ્રખ્યાત છે. મુંબઈ માં જેમ વડા પાવ અતિ પ્રખ્યાત છે તેમ જ ગુજરાત માં તેના મસાલા ટોસ્ટ એટલા જ પ્રખ્યાત છે. ગુજરાત માં સાંજ ના સમયે ગુજરાતી મસાલા ટોસ્ટ નો સ્વાદ લેવો એ એક દમ આહલાદક વાત છે. આજે અમે તમને શિખવીશું ગુજરાતી સેન્ડવીચ એટલે કે ગુજરાતી મસાલા ટોસ્ટ જે બનાવવામાં તો એક દમ સરળ છે પણ તેનો સ્વાદ એટલો જ શાનદાર અને દિલચસ્પ છે. ગુજરાતી મસાલા ટોસ્ટ બનાવવા માટે આવશ્યક સામગ્રી આપના ઘર માં સરળતાથી પ્રાપ્ત થઇ રહે છે તો ચાલો આજે બનાવીએ સ્વાદિષ્ટ ગુજરાતી મસાલા ટોસ્ટ.

ગુજરાતી ટોસ્ટ મસાલા  (Gujarati Toast Masala) બનાવવા માટે જરૂરી સામગ્રી: 
મુખ્ય સામગ્રી:
3 સફેદ બ્રેડ સ્લાય્સ ( White Breads ).
50 ગ્રામ મસાલે દર મગફળી ( Masala Pea Nuts ).
200 ગ્રામ બાફેલા બટેટા ( Boiled Potatoes ).
1 મધ્યમ આકાર નું જીણું સમારેલું ટમેટું ( Tomatoes ).
1 જીણી સમારેલી લીલું મરચું ( Green Chili ).
1 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી ( Onion ).
માખણ ( Butter ).
મીઠું સ્વાદ અનુસાર ( Salt ).
3 નાની ચમ્મચી તેલ ( Oil ).




4) Poha Khaman Dhokla| Indian recipe in Gujarati | પૌંઆ ઢોકળા.


(પૌંઆ ઢોકળા) ગુજરાત અને મહારાષ્ટ્ર ની એક અતિ પ્રખ્યાત સવાર તેમજ સાંજ ના નાસ્તા ની એક ઘરેલું ડીશ. પૌંઆ ઢોકળા એ અતિ પૌષ્ટિક વ્યંજન છે. અને પૌંઆ ઢોકળા પાચનતંત્ર માટે પણ અતિ ફાયેદાકારક હોય છે. પૌંઆ ઢોકળા બનાવવા એ ફક્ત મિનીટ ભર નું કામ હોય છે. પૌંઆ ઢોકળા બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ રહે છે. તો ચાલો આજે ઘરે બનાવીએ ગુજરાત અને મહારાષ્ટ્ર ના પ્રખ્યાત અને મસાલેદાર પૌંઆ ઢોકળા.

મુખ્ય સામગ્રી:
200 ગ્રામ ચપટા ચાવલ એટલે કે પૌંઆ ( Flattened Rice or Poha ).
2 છાસ ( Butter Milk ).
10 લીમડા ના પાન ( Curry Leaves ).
મસાલા સામગ્રી:
1 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder ).
4 નાની ચમ્મચી તેલ ( Oil ).
1 નાની ચમ્મચી સરસો ના બીજ (. Mustard Seeds ).
4 નાની ચમ્મચી ખાંડ ( Sugar ).
2 સમારેલા મરચા ( Chili Rings ).
અડધો લીંબુ નીચવીને બનાવેલું પાણી એક ગ્લાસ્ ( Water with Half Squeezed Lemon ).
ટામેટા કેત્ચ અપ ( Tomato Ketchup ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
સજાવટ સામગ્રી:
તાજી લીલી કોથમીર ( Coriander Leaves ).






4) Chinese Bhel | Indian recipe in Gujarati | ચાઈનીજ ભેળ.



ચાઈનીજ ભેળ (Chinese Bhel) એક ખુબ જ પ્રખ્યાત ઇન્ડો ચાઈનીજ વાનગી. જે ન ફક્ત ભારત માં પરંતુ પુરા વિશ્વ માં સુપ્રસિધ્ધ છે. ભારત માં ચાઈનીજ વાનગીઓ નું ચલન ખુબ જ વધારે છે ખાસ કરી ને ભારત ની શેરીઓ માં અને ચોક માં મળતું ચાઈનીજ વ્યંજન. ચાઈનીજ ભેલ બાળકો થી લઇ ને વૃધ્ધો સુધી બધા જ વર્ગ ના લોકો ની લોકપ્રીય વાનગી છે. ચાઇનીજ ભેલ બનાવવામાં જેટલી સરળ હોય છે તેનો સ્વાદ એટલો જ અહાલાદક હોય છે. અને ચાઈનીજ ભેલ બનાવવા માટે ની આવશ્યક સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ હોય છે. તો ચાલો આજે આપણા ઘરે બનાવી એક પ્રખ્યાત ઇન્ડો ચાઈનીજ ભેલ.


ચાઈનીજ ભેળ (Chinese Bhel) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
75 ગ્રામ કોબીજ ( Cabbage ).
1 મધ્યમ આકાર ની સમારેલી ડુંગળી ( Onion ).
200 ગ્રામ બફેકા નૂડલ્સ ( Boiled Noodles ).





5) pav bhaji recipe in gujarati/ પાઉંભાજી


પાઉંભાજી (Pav Bhaji Recipe Gujarati) એ મુંબઈનું એક અતિ પ્રચલિત અલ્પાહાર છે. કે જે, સામાન્ય રીતે મહાનગરોમાં જોવા મળે છે. પાઉંભાજી એટલે પાઉં અને ભાજીનું મિશ્રણ. સૌ પ્રથમ પાઉંભાજીનો ઉપયોગ કાપડની મિલો માં કામ કરતાં કારીગરો માટે અલ્પાહાર તરીકે પીરસવામાં થતો. પરંતુ આધુનિક સમયમાં હોટલોમાં, રસ્તા પરની રેકાડીયોમાં પણ નજરે પડવા માંડી છે. ભાજી એ બીજું કય નહિ પરંતુ સામાન્ય શાકભાજીઓનું મિશ્રણ છે કે, જેને શાકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જયારે પાઉં એ એક ડબલરોટી નું સ્વરૂપ છે. આ રસદાર, સ્વાદિષ્ટ પાઉંભાજી ને તમે ભોજન સમયે પણ પીરસી શકો છો. તો ચાલો જોઈએ પાઉભાજી બનાવવાની રીત.

પાઉભાજી બનાવવા માટેની સામગ્રી

મુખ્ય સામગ્રી

૧૨ પાઉં ૨૦૦ ગ્રામ બાફેલા બટાટા ૨૦૦ ગ્રામ બાફેલું ફ્લાવર ૨૦૦ ગ્રામ લીલા વટાણા ૨ સમારેલી ડુંગળી ૨ સમારેલ ટામેટા

મસાલાઓ/અન્ય સામગ્રીઓ

૩ ચમચી આદું-લસણની પેસ્ટ ૧૨ ચમચી તેલ ૩ ચમચી લાલ મરચું પાવડર ૧/૪ ચમચી હળદર પાવડર ૩ ચમચી પાઉભાજી મસાલા નમક સ્વાદ અનુસાર ૩ ચમચી માખણ






6) Vegetable spring roll recipe in Gujarati(વેજીટેબલ સ્પ્રિંગ રોલ રેસીપી)



ભારતના ખૂણેખૂણામાં વસતા દરેક લોકોને ચાયનીસ વાનગીઓ ખુબજ પસંદ હોય છે અને દિવસેને દિવસે ઇન્ડોચાયનીસ વાનગીઓનો ક્રેઝ લોકોમાં વધ્તોજ જાય છે. આ એક ઇન્ડો-ચાયનીસ રાંધડકળાની વાનગી છે કે જે બાળકોથી માંડીને વૃધ્ધો સુધી બધાને પ્રિય હોય છે.  શેરી પરની રેકડીઓથી માંડીને મોટી હોટલોમાં પણ જોવા એ મળે છે. વેજીટેબલ સ્પ્રિંગ રોલ (Vegetable Spring Roll) શાકભાજીઓથી ભરપુર એવી સ્વાદિષ્ટ વાનગી છે જેને અલ્પાહાર તરીકે લેવામાં આવે છે. વેજીટેબલ સ્પ્રિંગ રોલમાં સ્ટફિંગ એ મુખ્યત્વે ગાજર, કોબીજ અને ડુંગળી માંથી બનાવવામાં આવે છે. જયારે, બહારનાં લેયર માટે મેંદાના લોટ નો ઉપયોગ કરવામાં આવે છે.

વેજીટેબલ સ્પ્રિંગ રોલ (Vegetable Spring Roll) બનાવવા માટે ની સામગ્રી

મુખ્ય સામગ્રીઓ

  • ૧૦૦ ગ્રામ મેંદાનો લોટ(plain flour)
  • ૧૫૦ ગ્રામ છીણેલ કોબીજ(cabbage)
  • ૧૫૦ ગ્રામ છીણેલું ગાજર(carrot)
  • ૨ સામાન્ય કદ ની ઝીણી સમારેલ ડુંગળી(onion)
  • ૩ ચમચી ઝીણું સમારેલ લસણ(garlic)
  • ૩ ચમચી ઝીણું સમારેલ આદું(ginger)



7) Veggie Mayo Toast Recipe in Gujarati(વેજી મેયો ટોસ્ટ રેસીપી)


વેજી મેયો ટોસ્ટ (Veggie Mayo Toast Recipe) એ બાળકોનો ખુબજ મનપસંદ અલ્પાહાર હોય છે. આ મેયો ટોસ્ટ મુખ્યત્વે બ્રેડ,મેયો અને ઘણા બધા શાકભાજીઓ માંથી બનાવવમાં આવે છે. સામાન્ય રીતે બાળકો શાકભાજીઓ ખાવા તૈયાર નથી થતાં. ત્યારે આ ટોસ્ટ શાકભાજી ના ઉપયોગ ની સાથે એટલું સ્વાદિષ્ટ છે કે બાળકો આ ટોસ્ટ ને ખાવા ના જ નહી કરી શકે. આ ટોસ્ટ ને સવારમાં નાસ્તા તરીકે અથવા તો સંધ્યા સમયે અલ્પાહાર તરીકે અને તમે આં ટોસ્ટ તમારા બાળકોના લંચબોક્ષમાં પણ આપી શકશો. તો ચાલો જોઈએ વેજી મેયો ટોસ્ટ બનાવવાની રીત.

વેજી મેયો ટોસ્ટ બનાવવાની સામગ્રીઓ:

  • ૮ બ્રેડ(bread)
  • ૩ ચમચી માખણ(butter)
  • રેસીપી ૧
  • ૩ ચમચી મેયોનીસ(mayonnaise)
  • ૩ ચમચી ખાટી મલાઈ(sour cream)
  • ૧ ચમચી ચીલી સોસ(chipotle chili sauce)
  • ૧ ચમચી છીણેલું ગાજર(carrot)
  • બધીજ સામગ્રીઓ મિક્ષ કરી ગાજરનું લેયર તૈયાર કરી લો
  • રેસીપી ૨
  • ૩ ચમચી મેયોનીસ(mayonnaise)
  • ૨ ચમચી દાણાદાર ખાંડ(sugar)
  • ૧ ચમચી સીડર વિનેગર(cider vinegar)
  • નમક સ્વાદ અનુસાર9salt)
  • ૧ ચમચી મરી પાવડર(black peppar)
  • ૧/૪ કપ છીણેલું લાલ કોબીજ(red cabbage)
  • ૨ ચમચી તાજા સમારેલા અજમાના પાંદડા(parsley leaves)
  • બધીજ સામગ્રીઓ મિક્ષ કરી કોબીજનું લેયર તૈયાર કરી લો
  • રેસીપી ૩
  • ૩ ચમચી મેયોનીસ(mayonnaise)
  • ૩ ચમચી કાકડી(cucumber)
  • ૨ ચમચી કોથમીર(coriander leaves)
  • ૧ ચમચી ફુદીનો(mint leaves)
  • ૨ લીલા મરચા(green chilies)
  • ૧/૨ ચમચી આદું(ginger)
  • ૧ ચમચી લીંબુનો રસ(lemon juice)
  • ખાંડ જરૂર અનુસાર(sugar)
  • સંચર જરૂર અનુસાર(black salt)
  • બધીજ સામગ્રીઓ મિક્ષ કરી કાકડીનું લેયર તૈયાર કરી લો