Thursday, 6 October 2016

Top 8 Indian Desserts recipes In Gujarati.

1) kheer Recipe in Gujarati(ખીર રેસીપી)

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે  હૈદરાબાદની પ્રખ્યાત એવી સ્વાદિષ્ટ લહેજતદાર ખીર (Hyderabadi Kheer Recipe Gujarati) બનાવવાની રીત શીખીશું. જે ફક્ત હૈદરાબાદમાંજ નહી પરંતુ, આખા ભારતભર માં લોકપ્રિય છે.  આ ખીર બનાવવામાં ખુબજ સહેલી અને આરોગ્યકારક છે. આ ખીર બનાવવાની ખાસ્ય્ત એ છે કે, આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડશે. આ ખીર મુખ્યત્વે દુધી, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોયાનેજ મો માં પાણી આવી જશે. ખીર એ એક એવી મીઠાઈ છે કે જેને, પૂરી શાક અથવા તો ફક્ત પૂરી અને રોટલી સાથે લઇ શકાય છે. તો ચાલો જોઈએ હૈદ્રાબાદી ખીર બનાવવાની રીત.

હૈદ્રાબાદી ખીર બનાવવા માટેની સામગ્રી:

મુખ્ય સામગ્રી:

  • ૨ લીટર દૂધ(milk)
  • ૪૦૦ ગ્રામ ખાંડ(sugar)
  • ૧ નોર્મલ સાય્ઝની દુધી( bottle gourd)




2) Pineapple sandwich Recipe in Gujarati(પાઈનેપલ સેન્ડવીચ)



પાઈનેપલ સેન્ડવીચ (Pineapple Sandwich Recipe Gujarati) એ મુખ્યત્વે પાઈનેપલ અને બ્રેડ માંથી બનાવેલ વાનગી છે. જેને સવારના સમયે અથવાતો સંધ્યા સમયે અલ્પાહાર તરીકે સર્વ કરી શકાય છે. સામાન્ય રીતે બધીજ સેન્ડવીચો તીખી અને ચટપટી હોય છે પણ, આ એક મીઠી સેન્ડવીચ છે. જે ફક્ત ૫ મીનીટમાંજ તૈયાર થય જશે. જેથી તમારે બીજી વાનગીઓની જેમ મોટી ઝંઝટ માં નહી પડવું પડે. જો તમે તમારા બાળકો માટે કયક અલગ,અને અરોગ્ય્કારક વાનગી બનાવવા ઈચ્છતા હો તો પાઈનેપલ સેન્ડવીચ એ સૌથી વિકલ્પ છે. તો ચાલો જોઈએ પાઈનેપલ સેન્ડવીચ બનાવવાની રીત

પાઈનેપલ સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રીઓ:

  • ૬ બ્રેડ( bread)
  • ૩ પાઈનેપલ સ્લાય્સ(pineapple slices)

અન્ય સામગ્રીઓ:


  • ૩ ચમચી માખણ(butter)
  • ૩ ચમચી પાઈનેપલ ક્રશ(pineapple crush)
  • ૩ ચપટી મરી પાવડર(black pepper)

પાઈનેપલ સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રીઓ:

  • ૬ બ્રેડ( bread)
  • ૩ પાઈનેપલ સ્લાય્સ(pineapple slices)

અન્ય સામગ્રીઓ:

  • ૩ ચમચી માખણ(butter)
  • ૩ ચમચી પાઈનેપલ ક્રશ(pineapple crush)
  • ૩ ચપટી મરી પાવડર(black pepper)




3) Mango Jalebi Recpe in Gujarati(મેંગો જલેબી)


મેંગો જલેબી (Mango Jalebi Recipe) એ એક સ્વાદિષ્ટ અને રસદાર મીઠાઈ છે કે જે કેરીના પ્લ્પ્માંથી બનાવવામાં આવે છે. આ એક તદ્દન નવીન શોધેલી મીઠાઈ છે કે જે, કોઈ ખાસ તહેવાર કે મોકે સર્વ કરવામાં આવે છે. થોડાજ સમય માં બની જતી આ જલેબી, બનાવવામાં ખુબજ સરળ અને અન્ય જલેબી કરતા વધુ સ્વાદિષ્ટ છે. ખાસકરીને, જલેબીને તમારા બાળકો ને ખુબજ પસંદ આવશે. કારણ કે, બાળકો ને મીઠાઈઓ ખુબજ પસંદ હોય છે. આ જલેબીની સાથે ચોકલેટ બોલ્સ અને માલપુઆ પણ તમને પસંદ પડશે.

મેંગો જલેબી બનાવવા માટેની સામગ્રી:

મુખ્ય સામગ્રી

  • હાફુસ કેરી નો પલ્પ(alphonso mango pulp)
  • ૨૫૦gm ખાંડ(sugar)
  • ૨૦૦gm મેંદો(plain flour)



4) Coconut barfi recipe in gujarati(કોકોનટ બરફી રેસીપી)

કોકોનટ બરફી/નરીયેળની બરફી (Coconut Barfi Recipe) એ ભારતીય રાંધણકળાની પેટા ખંડીય મીઠાઈઓમાંની એક મીઠાઈ છે. ભારતભરમાં બરફીની ઘણી બધી જાતો છે. દરેક જાતને પોતાની અલગ-અલગ ખાસયતો અને  લોકપ્રિયતા હોય છે. જે ભારતની વિશેષતા છે. કોકોનટ બરફી એ તેમાંનીજ એક મીઠાઈ છે કે જે કોઈને કોઈ કારણોસર સામાન્ય કે ખાસ પ્રસંગોમાં જોવા મળી જતી હોય છે. ઘણી બધી બરફીની રીતોમાં દૂધનો ઉપયોગ થતો હોય છે. જયારે, ઘણી રીતોમાં દૂધ ઉપયોગ નથી થતો. આ રીત તેમાંનીજ એક રીત છે. તો ચાલો મિત્રો જોઈએ નારીયેલ બરફી બનાવવાની રીત.

મુખ્ય સામગ્રીઓ:

  • ૨૦૦gm માવો(khoya)
  • ૨૦૦gm છીણેલું નારીયેલ(grated coconut)

અન્ય સામગ્રીઓ:

  • ૨૦૦gm ખાંડ(sugar)
  • ૧ ચમચી કોઇપણ મનપસંદ કલર( addible color of your choice)
  • ૧/૨ ગ્લાસ પાણી(water)




5) Rasmalai Recipe in Gujarati(રસમલાઇ રેસીપી)


રસમલાઇ (Rasmalai Recipe) એ બંગાળની ખુબજ પ્રખ્યાત મીઠાઈઓમાંની એક મીઠાઈ છે. આ રસમલાઇ દેખાવમાં મનમોહક અને સ્વાદમાં એકદમ રસથી ભરેલ હોય છે. સામાન્ય રીતે આ મીઠાઈ કોઈ ખાસ તહેવાર, લગ્નપ્રસંગમાં કે પાર્ટીઓમાં જોવા મળતી હોય છે પણ, આજે આપણે બંગાળી સ્ટાઈલ અને બંગાળી સ્વાદ જેવીજ રસમલાઇ ઘરે બનાવીશું. રસમલાઇએ એકમાત્ર એવી મીઠાઈ છે કે જે, કોઈ પણ પ્રકારના ભોજન સાથે આહલાદક અનુભવ આપશે અને પહેલી વાર જોનાર કોઈ પણ વ્યક્તિ તેને ખાવા ઉત્સુક બની જશે. તો ચાલો જોઈએ બંગાળની લોકપ્રિય મીઠાઈ રસમલાઇ બનવાની રીત.

રસમલાઇ બનાવવા માટેની સામગ્રી:

મુખ્ય સામગ્રી:

  • ૧ લીટર દૂધ(milk)
  • ૮-૧૦ રસગુલ્લા(rasgulla)

અન્ય સામગ્રીઓ:

  • ૧૦૦gm ખાંડ(sugar)
  • ૨૦૦gm ફ્રેશ ક્રીમ (fresh cream)
  • થોડો ખાદ્ય પીળો કલર(addible yellow color)
  • ૧ ચમચી વેનીલા એસેન્સ(vanilla essence)




6) Mysore Pak Recipe in Gujarati(મેસુબપાક)


મૈસુર પાક (Mysore Pak Recipe) અથવા તો મેસુબ પાક એ એક પ્રખ્યાત દક્ષિણ ભારતીય મીઠાઈ છે. જે સામાન્ય રીતે લગ્ન પ્રસંગે કે કોઈ ખાસ પ્રસંગે જોવા મળતો હોય છે. ભારતીય રાંધણકળાની આ ખુબજ પ્રસિદ્ધ એવી આ મીઠાઈ, મુખ્યત્વે મેંદા, ઘી અને ખાંડ માંથી બનાવવામાં આવે છે અને આ મીઠાઈ મોમાં મુકતાની સાથેજ ઓગળવા લાગશે અને આનંદદાયક સ્વાદ આપશે.  તો ચાલો મિત્રો ઘરે બનાવીએ મૈસુર પાક.

મુખ્ય સામગ્રી:

  • ૧૫૦gm કાજુ
  • ૩૦૦gm ઘી

અન્ય સામગ્રી:

  • ૨૫gm મેંદો(plain flour)
  • ૩૦૦gm ખાંડ(sugar)
  • પાણી(water)



7) Chocolate cake recipe in gujarati(ચોકોલેટ કેક રેસીપી)


લગભગ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી નહી હોય કે જેને ચોકોલેટ કે કેક (Chocolate Cake Recipe) ન ગમતી હોય. બાળકોથી લઈને વૃધ્ધો સુધી, દુનિયાના ખૂણેખૂણામાં વસતા દરેક લોકોને ફક્ત ચોકોલેટ કેકનું નામ સાંભળતાની સાથેજ મોમાં પાણી ફરી વડે છે. તો આજે આપણે એવીજ એક સૌની પ્રિય વાનગી ચોકોલેટ કેક ઘરે બનાવતા શીખીશું. આ ચોકોલેટ કેક સામન્ય રીતે બર્થડે પાર્ટીમાં અથવા તો કોઈ ખાસ મોકેજ જોવા મળતી હોય છે. કારણ કે ઘણાખરા લોકો બેકરી જેવીજ કેક ઘરે નથી બનાવી શકતા. પરતું હવે તમારે કોઈ ખાસ મોકાની રાહ નહી જોવે પડે કારણ કે નીચેના સિમ્પલ સ્ટેપ્સને અનુસરીને તમે જાતેજ ઘરે કેક બનાવી શકશો અને તેનો આનંદ માણી શકશો.


ચોકોલેટ કેક બનાવવાની સામગ્રી:

મુખ્ય સામગ્રી:

  • ૧૨૦gm ઓલ પર્પસ ફ્લોર(all purpose flour)
  • ૧૫૦gm ઘટ્ટ દહીં(thick curd)
  • ૧૧૦gm દળેલી ખાંડ(pawder sugar)
  • ૧ કપ ડાર્ક ચોકલેટ(dark chocolate)
  • ૧ કપ ક્રીમ(cream)



8) Chocolate Balls Recipe | Indian recipe in Gujarati | ચોકલેટ બોલ્સ.


ચોકલેટ બોલ્સ (Chocolate Balls recipe) સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ પણ મોર્ડન કે લેટેસ્ટ હોટેલ માં જ જોવા મળે છે, અને ખાસ તો આ વાનગી ભારત ના મેટ્રો શહર કે પછી  મોટા અતિ વિકસિત શહેરો માં જ જોવા મળે છે અને આ વાનગી જોઇને જ આપણને એમ લાગે છે કે આવી વાનગી ઘરે બનાવી શક્ય જ નહી હોય પણ એવું નથી. આજે હંમે તમને શીખવીશું કે આપણા ઘરે થી જ ચોકલેટ બોલ કઈ રીતે તૈયાર થઇ શકે છે એય હોટેલ ના સ્વાદ સાથે. અને ચોકલેટ બોલ બનાવવા માટે જરૂરી સામગ્રી આપણા ઘરે થી સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે તો ચાલો આજે અપને ઘરે બનાવીએ ચોકલેટ બોલ્સ.

ચોકલેટ બોલ્સ (Chocolate Balls recipe)બનાવવા માટે જરૂરી સામગ્રી:
200 ગ્રામ કાજુ ( Cashew Nuts ).
200 કોન્ડેન્સ્ દૂધ ( Condensed Milk ).
200 મિલી લીટર દૂધ ( Milk ).
100 ગ્રામ ખાંડ ( Sugar ).
100 ગ્રામ જીણું સમારેલું નારિયલ ( Grated Coconut ).
200 ગ્રામ ડાર્ક ચોકલેટ ( Dark Chocolate ).





No comments:

Post a Comment